બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મ
પરણિતાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે લગભગ 15 જેટલી ફિલ્મોમાં
નાના-મોટા રોલ કર્યા છે. જોકે, આમાંથી ઘણી ઓછી ફિલ્મોમાં વિદ્યા બાલને ગ્લમેરસ ભૂમિકા
ભજવી હશે. ફિલ્મ ઈશ્કિયામાં વિદ્યાએ હોટ સીન્સ આપ્યા હતા.
હવે, વિદ્યા બાલન ડર્ટી પિક્ચરમાં આવી
રહી છે. વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં
વિદ્યા બાલને ઈમરાન હાશ્મી સાથે ચુંબન દ્રશ્યો ભજવ્યા છે.
વિદ્યા બાલન આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય
અભિનેત્રી સિલ્ક સ્મિથાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં તેણે ઘણાં જ બોલ્ડ સીન્સ
આપ્યા છે.
આ ફિલ્મમાં વિદ્યા બાલને નસરૂદ્દીન શાહ,
તુષાર કપૂર અને ઈમરાન હાશ્મી સાથે ઉત્તેજક સીન્સ આપ્યા છે. આ અંગે વિદ્યાએ કહ્યું હતું
કે, નાસીર સાથે તેણે ફિલ્મ ઈશ્કિયામાં હોટ સીન્સ ભજવ્યા હતા. તેથી આ ફિલ્મમાં આ પ્રકારા
દ્રશ્યો ભજવવા સરળ થઈ ગયા હતા. તુષાર સાથે આ પ્રકારના સીન્સ ભજવવામાં કોઈ વાંધો આવ્યો
નહોતો.
વિદ્યા ઈમરાન હાશ્મી સાથે વિદ્યા બાલન
પહેલી જ વાર કામ કરી રહી છે. આ ફિલ્મમાં વિદ્યા અને ઈમરાન વચ્ચે ચુંબન દ્રશ્યો છે.
આ અંગે વિદ્યાએ જણાવ્યું હતું કે, ઈમરાનને ચુંબન કરવાની ઘણી જ મજા આવી હતી.