HOW TO DOWNLOAD SONG

DOWNLOAD MP3 SONG TIPS
(1)--PRESS CTRL+S
(2)--RIGHT CLIKE AND SAVE AS

તો શું કરિનાની આ ઈચ્છા પૂરી થશે ખરા???

Kareena desperate to work with Karisma

કરિના કપૂરે તાજેતરમાં જ પ્રગટ કરી પોતાની એક અનોખી ઈચ્છા


કરિના કપૂરની ફિલ્મ બોડીગાર્ડે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કરિના પોતાની કરિયરના બેસ્ટ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ સમયે તે પોતાની બહેન કરિશ્મા કપૂર સાથે કામ કરવા આતુર છે.


જોકે, અત્યાર સુધી કોઈ પણ ફિલ્મમેકરને આ બંને કપૂરબાળાઓને લઈને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો નથી અને આ વાતથી જ કરિના દુખી છે. 


બેબોએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, તે હાલમાં લોલો સાથે કામ કરવા માંગે છે. વધુમાં તેણે કહ્યું હતું કે, તે માત્રને માત્ર કરિશ્મા કપૂર સાથે કામ કરવા આતુર છે પરંતુ આ વાત હાલના તબક્કે શક્ય જણાતી નથી.


આ બંને કપૂર બાળા સ્ક્રીન પર હોય ત્યારે અલગ જ મજાક મસ્તી જોવા મળે તે વાત નક્કી છે. હવે, કરિનાની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે તે તો આવનારા ભવિષ્યમાં જ નક્કી કરશે. 


કરિશ્મા કપૂર ફિલ્મ ડેન્જરસ ઈશ્ક સાથે કમબેક કરી રહી છે. કરિશ્માએ ફિલ્મ બોડીગાર્ડમાં વોઈસ ઓવર પણ આપ્યો છે.